સપ્ટેમ્બર 27, 2024 8:06 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 8:06 પી એમ(PM)

views 5

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ સુમાત્રામાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખાણનો કેટલોક હિસ્સો તૂટી પડતાં 15 શ્રમિકોના મોત નિપજયાં

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ સુમાત્રામાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખાણનો કેટલોક હિસ્સો તૂટી પડતાં 15 શ્રમિકોના મોત નિપજયાં છે. અને 25 શ્રમિકો લાપતા થયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વહીવટીતંત્રે આધુનિક સાધનો સાથે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે.

જુલાઇ 11, 2024 3:15 પી એમ(PM) જુલાઇ 11, 2024 3:15 પી એમ(PM)

views 14

ઇન્ડોનેશિયામાં અનધિકૃત સોનાની ખાણમા થયેલા ભૂસ્ખલનમા ફસાયેલા કામદારોની શોધ અટકાવી દેવાઈ છે

ઇન્ડોનેશિયામાં અનધિકૃત સોનાની ખાણમા થયેલા ભૂસ્ખલનમા ફસાયેલા કામદારોની શોધ અટકાવી દેવાઈ છે. ગત રવિવારે સુલાવેસી ટાપુ પર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં લગભગ 23 લોકોના મોત અને 33 લોકો ગુમ થયાની પુષ્ટિ થઈ છે. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીએ જણાવ્યા પ્રમાણે ખાણકામના સ્થળેથી 18 ઘાયલ લોકોને બચાવી લેવાયા હતા જ્યારે 92 ગ્રામવાસીઓ ભાગવામાં સફળ થયા હતા.