માર્ચ 31, 2025 6:41 પી એમ(PM)

views 8

આસામ સરકારે દિબ્રુગઢ જિલ્લામાં સશસ્ત્ર દળો વિશેષ સત્તા ધારા-AFSPAને 31 માર્ચ પછી ન લંબાવવાનો નિર્ણય લીધો

આસામ સરકારે દિબ્રુગઢ જિલ્લામાં સશસ્ત્ર દળો વિશેષ સત્તા ધારા-AFSPAને 31 માર્ચ પછી ન લંબાવવાનો નિર્ણય લીધો છે. એક જાહેરનામામાં આસામ સરકારે જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની સુધરેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં AFSPA એક્ટ, 1958 હેઠળ દિબ્રુગઢમાં ‘અશાંત વિસ્તાર’ દરજ્જો લંબાવવાની જરૂર નથી. જો કે તિનસુકિયા, ચરાઇડીઓ અને સિવસાગર જિલ્લામાં આ કાયદો વધુ છ મહિના લંબાવવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર 5, 2024 2:51 પી એમ(PM)

views 9

આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્ત્વના નિર્ણયો લીધા છે

આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્ત્વના નિર્ણયો લીધા છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ન્યાયાધીશ બીપ્લબ શર્મા સમિતિ દ્વારા કરાયેલી ભલામણો પૈકી 80 ટકા ભલામણ સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ મંત્રીમંડળની બેઠકને પત્રકારોને જણાવ્યું કે, આ ભલામણો આગામી 15મી એપ્રિલથી અમલમાં મૂકાશે. આ ઉપરાંત આસામ સરકારે પોતાના કર્મચારીઓને એક કરોડ રૂપિયાનું વિમા કવચ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ અકસ્માતના કારણે રાજ્ય સરકારના કર્મચારીનું મૃત્યુ થાય અથવા તે કા...

ઓગસ્ટ 4, 2024 11:44 એ એમ (AM)

views 13

આસામમાં ટાટાએ સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ શરૂ કર્યું : અશ્વિની વૈષ્ણવ

ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આસામના મોરીગાંવમાં ટાટાના સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ એકમ માટે 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને 15 હજાર પ્રત્યક્ષ જ્યારે આશરે 13 હજાર પરોક્ષ રોજગાર ઊભો થશે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં દરરોજ 4 કરોડ 83 લાખ ચિપ્સ બનાવી શકાય છે જેનો ઉપયોગ બેટરીથી ચાલતા વાહનો અને દુરસંચાર તથા નેટવર્ક માળખ...

જુલાઇ 11, 2024 3:25 પી એમ(PM)

views 16

પૂર અસરગ્રસ્ત આસામમાં સ્થિતિ સુધરી છે. રાજ્યની મોટાભાગની નદીઓ જોખમી સ્તરથી નીચે વહી રહી છે

પૂર અસરગ્રસ્ત આસામમાં સ્થિતિ સુધરી છે. રાજ્યની મોટાભાગની નદીઓ જોખમી સ્તરથી નીચે વહી રહી છે. પૂરને પગલે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વિવિધ ઘટનાઓમાં વધુ 24 લોકોના મોત થયા હતા.