ફેબ્રુવારી 21, 2025 3:39 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:39 પી એમ(PM)

views 7

ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલુ

ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં આઈટી ની તપાસ દરમિયાન 34 સ્થળોએ વધુ શંકાઓ અને પુરાવા મળતા તંત્રની દરોડા-સર્ચની સંખ્યા 46 સુધી પહોંચિ છે.ગઈકાલે 16 જગ્યાઓએ દરોડાની કામગીરી પૂર્ણ થઇ હતી, પરંતુ 30 સ્થળોએ હજુ પણ ચાલુ છે.

ફેબ્રુવારી 7, 2025 2:59 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:59 પી એમ(PM)

views 8

રાજ્યના આવકવેરા વિભાગે જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટ પર દરોડા પાડ્યા

રાજ્યના આવકવેરા વિભાગે જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટ પર દરોડા પાડ્યા હતા. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, આવકવેરા વિભાગ દ્વારા જામનગર, અમદાવાદ અને માળિયામાં તપાસ ચાલી રહી છે. દરમિયાન જામનગર-દ્વારકા રાજમાર્ગ પર આવેલા હરિ નામના ફૂડ મૉલમાં તપાસ હાથ ધરાઈ છે. આવકવેરા વિભાગે કુલ 16 જગ્યા પર દરોડા પાડ્યા હોવાનું જણાયું છે.