ફેબ્રુવારી 11, 2025 7:11 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:11 પી એમ(PM)
4
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અત્યાર સુધીમાં રાજ્યની ૧૬ હજાર ૬૯૮ જેટલી આરોગ્ય સંસ્થાઓએ કાયમી અથવા કામચલાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું, જે પૈકી ૧૪ હજાર ૬૪૭ સંસ્થાઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્ર વિના કાર્યરત કોઈપણ આરોગ્ય સંસ્થાઓ માટે ૧૦ હજારથી ૫ લાખ રૂપિયા સુધીના દંડ...