ડિસેમ્બર 7, 2024 8:07 એ એમ (AM)

views 14

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર ખાતે “100 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર સ્થિત જી મર્સ મેડિકલ કોલેજ ખાતેથી “100 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે. રાષ્ટ્રીય ક્ષય નાબુદી કાર્યક્રમ અંતર્ગત રાજયના 16 જિલ્લા અને 4 મહાનગરપાલિકાઓમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા આજે હરિયાણાના પંચકુલા ખાતે આ રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશનો પ્રારંભ કરાવશે. આ ઝુંબેશ દરમિયાન ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર, તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગી...

ઓગસ્ટ 8, 2024 8:10 પી એમ(PM)

views 17

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે. આજથી આગામી ૧૦ ઓગસ્ટ સુધી યોજાનારા આ ત્રિદિવસીય એક્સપોની ૧૭મી આવૃત્તિની વિષયવસ્તુ “નવીનતા, ટેકનોલોજી અને જ્ઞાનની આપ-લે” છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આજે ભારત, દવા ઉત્પાદન ક્ષેત્રનું હબ બનવા આગળ વધી રહ્યું છે જેમાં ગુજરાતનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને વિવિધ મંજૂરીઓ ...

જુલાઇ 26, 2024 7:45 પી એમ(PM)

views 20

રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓની યાદીમાં આ વર્ષે નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો

રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓ- EDLની યાદીમાં આ વર્ષે નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારની EDLની યાદીમાં ૭૧૭ દવાઓ હતી, જે હવે વધીને ૧ હજાર ૩૮૨ થઇ છે. તેમણે કહ્યું કે, રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, EDLની યાદીમાં હવે કાર્ડીઓ વેસ્ક્યુલરની દવાઓ વધીને ૧૧૭, એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ વધીને ૧૯૯...