જૂન 14, 2025 3:41 પી એમ(PM) જૂન 14, 2025 3:41 પી એમ(PM)

views 4

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે ભાજપ અને ગુજરાતે સમાજ સેવી આગેવાન ગુમાવ્યા છે. વિજયભાઇ, વિદ્યાર્થી કાળથી જ સંઘર્ષ કરતા રહ્યા છે, અમને પણ કાયમ એમનો સહકાર મળતો રહ્યો છે.

માર્ચ 27, 2025 3:43 પી એમ(PM) માર્ચ 27, 2025 3:43 પી એમ(PM)

views 3

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી છે. શ્રી પટેલે કહ્યું, ટેક્નિકલ ગ્રેડ પૅ અંગે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય. તેમણે કર્મચારીઓને હડતાળ સમાપ્ત કર્યા બાદ ચર્ચા કરવા જણાવ્યું છે.

ફેબ્રુવારી 9, 2025 8:17 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:17 એ એમ (AM)

views 3

મંત્રીશ્રીની અધ્યક્ષતામાં GICEAની ૩૦મી ગોલ્ડ મેડલ સેરેમની યોજાઈ હતી.

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ટેક્નોલોજીનો રચનાત્મક ઉપયોગ થવો જોઈએ, મંત્રીશ્રીની અધ્યક્ષતામાં GICEAની ૩૦મી ગોલ્ડ મેડલ સેરેમની યોજાઈ હતી. અમદાવાદમાં આયોજિત આ સમારોહમાં કુલ ૮૪ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં આર્કિટેક્સ અને સિવિલ એન્જીનિયર્સની ભૂમિકા ખૂબ અગત્યની છે. ભારતમાં જ યુવાઓને રચનાત્મક વિચારોને અમલ...

ફેબ્રુવારી 6, 2025 3:08 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 3:08 પી એમ(PM)

views 1

શ્રી સંતરામ મંદીરના ૧૯૪મા સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી

શ્રી સંતરામ મંદીરના ૧૯૪મા સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી રક્તદાન શિબિરમાં હાજરી આપી હતી. આ પ્રસંગે નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જાન્યુઆરી 28, 2025 7:41 પી એમ(PM) જાન્યુઆરી 28, 2025 7:41 પી એમ(PM)

views 3

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, “વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી યુવાનોની છે”

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, “વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સ્વર્ણિમ યુગના સ્વપ્નને સાકાર કરવાનું સૌભાગ્ય અને જવાબદારી આજના યુવાનોની છે.” તેમણે ઉમેર્યું, “ભૂતકાળમાં ફિલ્મોમાં જોયેલી A.I.અને રૉબોટિક્સની વાત આજે હકીકત બનવા જઈ રહી છે. અમદાવાદની ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી-GTUના 14મા વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવા સલાહ આપી હતી.(બાઈટઃ ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી) આ સમારોહમાં ઇન્ડ...

ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM)

views 6

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નારી ખાતે નવનિર્મિત આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ભાવનગરના નારી ખાતે તૈયાર થયેલી આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજનાના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.   આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પરિસરમાં 161 કરોડ રૂપિયાના ખર્ચે એકેડમિક બ્લૉક, 181 કરોડ રૂપિયાના ખર્ચે છાત્રાલય અને અંદાજે 557 કરોડ રૂપિયાના ખર્ચે ટિચિંગ હૉસ્પિટલ અને એમસીએચ ઈમારત સહિત નિર્માણાધીન કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM) ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM)

views 7

દર્દીઓને મહત્તમ દવાઓ હોસ્પિટલ મળે અને બહારથી દવા ન લખાય તે માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.  આરોગ્ય મંત્રી પટેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની ...

ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM)

views 8

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં અસારવા સ્થિત મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓ માટે હોર્ડિંગ્સના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. ગઇકાલે સાંજે આરોગ્ય મંત્રીએ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક...

ડિસેમ્બર 19, 2024 8:18 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:18 એ એમ (AM)

views 5

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે.

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘ભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંચાલન સમિતિ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે.’ ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા “સંવિધાનનો અમૃત મહોત્સવ” વિષયવસ્તુ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમિત્તે રાજ્યમાં આગામી વર્ષ ...

ડિસેમ્બર 19, 2024 8:13 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:13 એ એમ (AM)

views 4

રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી S.O.P જાહેર કરશે.

રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી S.O.P એટલે કે, માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરશે. આ અંગે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી.