માર્ચ 26, 2025 6:08 પી એમ(PM) માર્ચ 26, 2025 6:08 પી એમ(PM)

views 9

રાજ્યના કુલ 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHCને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે

રાજ્યના કુલ 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHCને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે. વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, વર્ષ 2011ની વસતિ ધોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર P.H.C, સામૂહિક આરોગ્ય કેન્દ્ર C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની સંખ્યામાં કોઇ ઘટ નથી. શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, ગયા વર્ષે 10 સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવ્યા હતા. આ વર્ષના બજેટમાં 2 કેન્દ્રો નીઝર – તાપી અને કલ્યાણપુ...

માર્ચ 4, 2025 7:07 પી એમ(PM) માર્ચ 4, 2025 7:07 પી એમ(PM)

views 8

ગુજરાત મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં 45 સ્નાતક અને 1 હજારથી વધુ અનુસ્નાતક બેઠકોની ઐતિહાસિક મંજૂરી અપાશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં 45 સ્નાતક અને 1 હજારથી વધુ અનુસ્નાતક બેઠકોની ઐતિહાસિક મંજૂરી અપાશે.વિધાનસભામાં રાજ્યની મેડિકલ કૉલેજમાં ડૉક્ટર ઓફ મેડિસીન M.D. અને માસ્ટર ઓફ સર્જરી M.S.ની બેઠકો સંદર્ભે શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્યની મેડિકલ કૉલેજોમાં M.D.ની 2 હજાર 44 અને M.S.ની 932 બેઠકો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં M.D.ની 446 અને M.S.ની 211 બેઠકો વધી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

માર્ચ 4, 2025 7:05 પી એમ(PM) માર્ચ 4, 2025 7:05 પી એમ(PM)

views 16

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 588 કરોડ રૂપિયાના ખર્ચે 2 હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ બનશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 588 કરોડ રૂપિયાના ખર્ચે 2 હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ બનશે. શ્રી પટેલે ઉમેર્યું ઓલ્ડ ટ્રોમા સેંટર સહિતના જુના મકાનો તોડી તેના સ્થાને નવીન ઓપીડી, 500 બેડની ચેપી રોગની હોસ્પિટલ તથા ૯૦૦ બેડની જનરલ હોસ્પિટલમાં ૩૦૦ બેડ આઇ.સી.યુ. અને સ્પેશિયલ રૂમ, વી.આઇ.પી. રૂમ મળી કુલ બે હજાર અઢાર બેડની હોસ્પિટલ નિર્માણ પામશે. શ્રી પટેલે ઉમેર્યું કે અંદાજીત દસ માળની નિર્માણાધીન આ હોસ્પિટલમાં 555 ફોર વ્હીલર્સ અને એક...

ફેબ્રુવારી 14, 2025 6:44 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:44 પી એમ(PM)

views 5

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો. જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ, ટી.બી.સંક્રમિત દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ માટે સેમિનારનું આયોજન થયું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે,ટીબીના દર્દીઓને સારવાર ઉપરાંત પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને ૧હજાર રૂપિયા પ્રતિ માસની આર્થિક સહાય સારવાર ચાલુ રહે ત્યા સુધી અપાય છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત ગુજરાતમા...

ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM)

views 7

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નારી ખાતે નવનિર્મિત આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ભાવનગરના નારી ખાતે તૈયાર થયેલી આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજનાના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.   આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પરિસરમાં 161 કરોડ રૂપિયાના ખર્ચે એકેડમિક બ્લૉક, 181 કરોડ રૂપિયાના ખર્ચે છાત્રાલય અને અંદાજે 557 કરોડ રૂપિયાના ખર્ચે ટિચિંગ હૉસ્પિટલ અને એમસીએચ ઈમારત સહિત નિર્માણાધીન કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM) ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM)

views 12

દર્દીઓને મહત્તમ દવાઓ હોસ્પિટલ મળે અને બહારથી દવા ન લખાય તે માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.  આરોગ્ય મંત્રી પટેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની ...

ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM)

views 10

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં અસારવા સ્થિત મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓ માટે હોર્ડિંગ્સના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. ગઇકાલે સાંજે આરોગ્ય મંત્રીએ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક...

ઓક્ટોબર 8, 2024 10:45 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 10:45 એ એમ (AM)

views 7

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં ૧૧ ઓક્ટોબરે રાજ્યમાં “આયુષ્યમાન આરોગ્ય શિબીર”નું આયોજન કરવામાં આવશે

રાજ્યમાં ચાલી રહેલા ‘વિકાસ સપ્તાહ’નાં ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં ૧૧ ઓક્ટોબરે રાજ્યમાં પેટા આરોગ્ય કેન્દ્ર- આયુષ્યમાન આરોગ્ય મંદિર, તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “આયુષ્યમાન આરોગ્ય શિબીર”નું આયોજન કરવામાં આવશે. એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આયુષ્માન આરોગ્ય શિબીરમાં જિલ્લાના કોઈ પણ એક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાગરિકોને સ્ત્રીરોગ ચિકિત્સક, બાળરોગ નિષ્ણાત, સર્જન, એનેસ્થેટીસ્ટ, આંખના નિષ્ણાત, ENT નિષ્ણાત, ત્વચા રોગ ચિકિત્સક, મનોચિકિત્સક, ડેન્ટલ સર્જન વગેરેની સેવા પૂરી પા...