માર્ચ 4, 2025 7:04 પી એમ(PM) માર્ચ 4, 2025 7:04 પી એમ(PM)
5
રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે :આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્ય સરકારનાં માતા અને બાળ મૃત્યુદરને સંપૂર્ણપણે નાબૂદ કરવાનાં પ્રયાસોથી, વર્ષ 2001-02માં રાજ્યમાં માતા મૃત્યુદર 172 હતો જે આજે ઘટી 57 અને બાળ મૃત્યુદર 60થી 23 એ પહોંચ્યો છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે અત્યંત જોખમી ચિહ્નો ધરાવતી સર્ગભાઓ માટે ગત વર્ષે બજેટમાં નમો શ્રી, યોજના શરૂ કરાઇ હતી. આ યોજના અંતર્ગત 3 લાખથી વધુ લાભાર્થીઓએ અંદાજે 151 કરોડ રૂપિય...