ઓગસ્ટ 6, 2024 7:10 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:10 પી એમ(PM)

views 9

ગુજરાત સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમે

રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નીતિ આયોગે જાહેર કરેલા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સના ચોથા અહેવાલમાં આ માહિતી સામે આવી છે. આ અહેવાલ મુજબ, ગુજરાત રાજ્ય સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિદ્ધિ બદલ આરોગ્યકર્મીઓની કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ ક્રમાંક માટે માતા મૃત્યુદર, 5 વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર, બાળકોનું રસીકરણ, સંસ્થાકીય પ્રસુતિ, ટીબીના કેસની નોંધણી સહિતના આરોગ્ય ...

જુલાઇ 26, 2024 8:56 એ એમ (AM) જુલાઇ 26, 2024 8:56 એ એમ (AM)

views 12

રાજયમાં કરાર આધારિત 1,110 તબીબોની સરકારી હોસ્પિટલમાં નિમણૂંક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બનાવવા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબોની નિમણૂક કરવામાં આવી છે. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ બજાવશે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની ૩૧ જિલ્લા હોસ્પિટલમાં ૧૩૨, ૫૧ પેટા જિલ્લા હોસ્પિટલમાં ૧૧૯, ૨૨૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૧૦, ૪૯૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૩૦ અને રાજ્યની ૫૭ ESIC હોસ્પિટલમાં ૧૧૯ મળીને રાજ્યની કુલ ૮૫૬ હોસ્પિટલમાં કુલ ૧૧૧૦ તબીબ...

જુલાઇ 11, 2024 3:45 પી એમ(PM) જુલાઇ 11, 2024 3:45 પી એમ(PM)

views 11

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મેડિકલ કોલેજમાં જિલ્લા અને રેફરલ હોસ્પિટલોને કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ મળતું રહેશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મેડિકલ કોલેજમાં પરિવર્તિત કરાયેલી જિલ્લા અને રેફરલ હોસ્પિટલોને કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ મળતું રહેશે તેવી સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ અંગે 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં 157 મેડિકલ સાયન્સ કોલેજોમાંથી 108એ કામ શરૂ કરી દીધું છે. 157 માન્ય કોલેજોમાંથી 40 કોલેજો મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આવેલી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ અને મજબૂત કરવા અને નવી મેડિકલ કોલેજ...