માર્ચ 12, 2025 6:15 પી એમ(PM) માર્ચ 12, 2025 6:15 પી એમ(PM)

views 1

સુરેન્દ્રનગર જિલ્લામાં “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા શ્રીઓ.વી.શેઠ અને એમ.ઓ.શેઠ વિદ્યાલય ખેરાળી ખાતે “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ માટે “જાગો ગ્રાહક જાગો“ વિષય ઉપર વક્તવ્ય, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૨૫ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણકરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થ...

જાન્યુઆરી 10, 2025 7:05 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 7:05 પી એમ(PM)

views 4

મહીસાગર જિલ્લામાં આજે જિલ્લાકક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું

મહીસાગર જિલ્લામાં આજે જિલ્લાકક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું. માતા અને બાળ મરણ, કુપોષણમાં ઘટાડો તેમજ બિનચેપી રોગોને અટકાવવા માટે અસરકારક આયોજન તથા અમલ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને આ પરિષદ યોજાઇ. આ પરિષદમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, છેવાડાનો એકપણ વ્યક્તિ આરોગ્યની સુવિધાથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્યલક્ષી સમસ્યાઓના નિરાકરણ માટે સ્વાસ્થ્ય પરિષદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી પ્રશ્નોનું અસરકારક નિવારણ લાવ...