ફેબ્રુવારી 26, 2025 9:07 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 9:07 એ એમ (AM)

views 8

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ- CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે 2021માં અમલી બનાવેલી અને બાદમાં રદ કરેલી શરાબ નીતિને કારણે રાજ્યની તિજોરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ- CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે 2021માં અમલી બનાવેલી અને બાદમાં રદ કરેલી શરાબ નીતિને કારણે રાજ્યની તિજોરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ગઈકાલે દિલ્હી વિધાનસભાના બીજા દિવસે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કર્યો હતો.

જાન્યુઆરી 30, 2025 8:02 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 8:02 પી એમ(PM)

views 4

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે. પંચે અરવિંદ કેજરીવાલને આ આરોપ મામલે પૂરાવા રજૂ કરવા કહ્યું છે. શ્રી કેજરીવાલે આજે દિલ્હીમાં માધ્યમો સાથેના સંવાદમાં કહ્યું, તેઓ ચૂંટણી પંચને ઍમૉનિયાયુક્ત યમુનાના પાણીની ત્રણ બૉટલ મોકલશે. તેમણે આક્ષેપ લગાવ્યો કે, દિલ્હીમાં જાહેરમાં નાણાનું વિતરણ થઈ રહ્યું છે, જે અંગે ચૂંટણી પંચે નોંધ લેવી જોઈએ. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ કહ્યું, ચંદીગઢની જનતાએ શહેર...

ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM)

views 13

આમ આદમી પાર્ટી દિલ્હીમાં મતદાર યાદી સાથે છેડછાડ કરી રહી હોવાનો ભાજપનો આક્ષેપ

ભાજપે આજે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં મતદાતાઓની યાદી સાથે છેડછાડ કરી રહી છે. બીજેપી નેતા પરવેશ સાહિબ સિંહ વર્માએ આરોપ લગાવ્યો કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મત વિસ્તારના મતદાર યાદીમાંથી 61 હજાર લોકોના નામ હટાવી દેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, 2020માં એક લાખ 46 હજાર લોકોના નામ મતદાર યાદીમાં હતા, પરંતુ હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર 17, 2024 2:54 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2024 2:54 પી એમ(PM)

views 6

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને શિક્ષણ મંત્રી આતિષિ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને શિક્ષણ મંત્રી આતિષિ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. આપ ધારાસભ્ય દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર અન્ય નેતાઓએ સહમતી દર્શાવી હતી. અરવિંદ કેજરીવાલે તિહાડ જેલમાંથી બહાર આવ્યાના બે દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કેજરીવાલ આજે સાંજે ઉપ રાજ્યપાલ વી. કે સક્સેનાને મળીને રાજીનામું આપશે.

સપ્ટેમ્બર 10, 2024 8:59 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:59 એ એમ (AM)

views 4

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગઈકાલે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગઈકાલે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ રોહતક સીટ પરથી બિજેન્દર હુડ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ઈન્દુ શર્મા ભિવાની સીટથી ચૂંટણી લડશે. પવન ફૌજીને ઉચાના કલાન સીટથી અને જયપાલ શર્માને ઘરૌંડા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.