નવેમ્બર 14, 2024 7:14 પી એમ(PM) નવેમ્બર 14, 2024 7:14 પી એમ(PM)
3
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણીનાં ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતી કાલે ડાંગના આહવા ખાતે ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણીનાં ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતી કાલે ડાંગના આહવા ખાતે ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી આ પ્રસંગે જિલ્લામાં ૧૦૨ કરોડ રૂપિયાનાં ૩૭ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦ કલાકે યોજાનાર કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અગાઉ, મુખ્યમંત્રી આદિજાતિ સમાજના આસ્થા કેન્દ્ર એવા “શબરી ધામ” ખાતે મા શબરી, ...