માર્ચ 19, 2025 6:22 પી એમ(PM)

views 9

સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો

સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAvને દેશની બહાર પણ આતંકવાદ સંબંધિત ઘટનાઓ અને પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે વધુસત્તા આપી છે. તેમણે કહ્યું કે NIA લંડનમાં ભારતીય હાઈ કમિશન અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ પર થયેલા હુમલા સંબંધિત ઘટનાની તપાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર દેશમાંથી આત...

ઓક્ટોબર 5, 2024 10:10 એ એમ (AM)

views 20

ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સંધિનો પ્રસ્તાવ ભારતે લગભગ 30 વર્ષ પહેલા મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની કાયદાકીય સમિતિને સંબોધન કરતાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતના પ્રતિનિધિ આર. મૈથિલીએ આતંકવાદી જૂથોની વધતી તાકાત પર ચિંતા વ્યક્ત કરતાં આતંકવાદ પર વ્યાપક સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા માટે વર્તમાન મડાગાંઠને દૂર કરવા માટે વિશ્વ સમુદાયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુશ્રી મૈથિલીએ રાજકીય કારણોસર આતંકવાદને વાજબી ઠેરવતા દેશોની નિંદા કરી હતી.