ફેબ્રુવારી 23, 2025 8:16 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:16 એ એમ (AM)

views 4

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે.

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે. આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે, દૂષિત પાણી અને ખોરાકના કારણે કમળાનો રોગ વકરતાં ઠેર-ઠેર બીમાર લોકો દેખાઈ રહ્યા છે. હાલમાં 10 દર્દીને પેટલાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે, જ્યારે અન્ય દર્દીઓને ધર્મજના જાહેર આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે. આમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે અન્ય છ નમૂનાને અમદાવાદ મોકલાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ પટેલે જણાવ્યું, હાલ તંત્ર દ્વારા 18 ટીમ...

ફેબ્રુવારી 13, 2025 8:17 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:17 એ એમ (AM)

views 3

આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય.

આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય થયો છે. ભાજપે પ્રથમ વખત બજાર સમિતિમાં વિજય મેળવ્યો છે. ગઇકાલે મત ગણતરી દરમિયાન બંને પક્ષોની તરફેણમાં આંકડા ઉપર નીચે થતાં હતા. અંતે ભાજપ પ્રેરિત ખેડૂત પેનલે તમામ બેઠકો કબજે કરી હતી. બોરસદ APMCની ખાલી પડેલી ખેડૂત વિભાગની 10 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલના 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, તો બીજી તરફ ભાજપે પણ પોતાની ખેડૂત વિકાસ પેનલ બનાવી 10 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.બોરસદ વિધાનસભ...