ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM)

views 41

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેકે આદતો અને વિચારો બદલવા પડશે : રાજ્યપાલ

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા- સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 'સક્ષમ'ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલે આ અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોનો કુલ વપરાશ 234 મિલિયન મેટ્રિક ટન : 88% ઈંધણની આયાત કરવી પડે છે : જે...

ઓગસ્ટ 28, 2024 7:08 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:08 પી એમ(PM)

views 9

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ જાપાન-ગુજરાત વચ્ચેના મૈત્રીપૂર્ણ ઘનિષ્ઠ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉષ્માપૂર્વક વિમર્શ કર્યો હતો. જાપાનની 350 થી વધુ કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે. ઔદ્યોગિક અને આર્થિક વિકાસની સાથોસાથ જાપાનની કંપનીઓ ગુજરાતમાં માળખાકીય સુવિધાના વિકાસ વિસ્તારમાં પણ સહયોગી છે. જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન ભારતમાં પોતાનો પાંચમો પ્લાન્ટ શરૂ કરી રહી છે, એમ કહીને શ્ર...

ઓગસ્ટ 28, 2024 7:07 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:07 પી એમ(PM)

views 7

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેજર બગ્ગાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ભારતીય ભૂમિ સેનાની સાત કોલમ બચાવ અને રાહત કાર્યમાં રાજ્યના વહીવટી તંત્રના સહયોગમાં તહેનાત છે.