ફેબ્રુવારી 27, 2025 8:02 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 8:02 પી એમ(PM)

views 3

આકાશવાણીના અમદાવાદ કેન્દ્રની મુલાકાતે આવેલા પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સેહગલે રેડિયોની પહોંચ વધારવા પર ભાર મૂક્યો

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે યુવાનોને જોડવાના અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રેડિયોની પહોંચ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા સેહગલે આજે આકાશવાણી અમદાવાદની મુલાકાત લીધી હતી. સેહગલે સ્ટેશનના સ્ટુડિયો, સમાચાર અને કાર્યક્રમ એકમોની કામગીરીની સમીક્ષા કરી.સેહગલે FM નેટવર્કનું વિસ્તરણ કરીને અને તેના ડિજિટલ ફૂટપ્રિન્ટને વેગ આપીને પ્રસાર ભારતીના તેની હાજરી વધારવાના હાલના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. ચેરમેને ધ્યાન દોર્યું કે WAVE OTT પ્લેટફોર્મ યુવાનોને પૂરી...