સપ્ટેમ્બર 6, 2024 2:32 પી એમ(PM)

views 12

આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણને પૂરવા માટે ભારતીય આર્મી એન્જિનિયર ટાસ્ક ફોર્સના 40 આર્મી એન્જિનિયરોને તૈનાત કરાયા

આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણને પૂરવા માટે તથા પૂર પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય આર્મી એન્જિનિયર ટાસ્ક ફોર્સના 40 આર્મી એન્જિનિયરોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે સેનાના વધારાના એકમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓ આપત્તિ વ્યવસ્થાપન ટીમો સાથે મળીને અસરગ્રસ્તોને સહાય કરી રહ્યા છે. અગાઉ, આંધ્ર પ્રદેશ સરકારે પૂરના પાણીને કારણે થયેલા ભંગને પહોંચી વળવા માટે ભારતીય સેનાની મદદ માંગી હતી.

ઓગસ્ટ 22, 2024 2:07 પી એમ(PM)

views 16

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 17 થઈ છે

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 17 થઈ છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિસ્ફોટની તપાસ માટેના આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પણ મૃતકોના પરિવાજનો ...