નવેમ્બર 8, 2024 6:42 પી એમ(PM)
14
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર છેલ્લા દસ દિવસમાં 3 લાખ 60 હજારથી વધુ મુસાફરોની અવરજવર રહી
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર છેલ્લા દસ દિવસમાં 3 લાખ 60 હજારથી વધુ મુસાફરોની અવરજવર રહી હતી. અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે સરળ કામગીરી સુનિશ્ચિત કરીને 2 હજાર 900 થી વધુ ઉડ્ડયનનું સંચાલન કર્યું હતું. સાતમી નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષમાં સૌથી વધુ 313 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ દ્વારા 41 હજાર 700 થીવધુ મુસાફરો પસાર થયા હતા. દિવાળી તહેવારોના સમયગાળામાં અમદાવાદ એરપોર્ટ પર 5મી નવેમ્બરે બીજા નંબરની સર્વાધિક 296 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે 40 હજાર 700 મુસાફરોને સેવા આપી ...