જૂન 19, 2025 5:21 પી એમ(PM) જૂન 19, 2025 5:21 પી એમ(PM)
5
રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડનગરમાં ઉજવાશે
મહેસાણાજિલ્લાના વડનગરમાં રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. આ સામૂહિક યોગકાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. આ વર્ષે તાના-રીરી ગાર્ડનખાતે ભુજંગાસનમાં નવો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે. “યોગફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ અને રાજ્યમાં “સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્તગુજરાત”ના ધ્યેય સાથે યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી થશે. જેમાં 17 મહાનગરપાલિકા-નગરપાલિકા,18 હજાર 226 ગ્રામ પંચાયતો, 251 તાલુકા પંચાયતો, શાળા-કોલેજો, 6 હજાર 500 આરોગ્ય કેન્દ્રો,૩૩ જિલ્લાઓના પ...