સપ્ટેમ્બર 1, 2024 2:50 પી એમ(PM)

views 13

“અસના” ચક્રવતી વાવાઝોડું ગઈકાલે રાત્રે કલિંગપટ્ટનમ નજીકના દરિયાકાંઠાને ઓળંગી ગયું હતું અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાને નોંધપાત્ર રીતે અસર કરી હતી

આંધ્રપ્રદેશ આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું કે, "અસના" ચક્રવતી વાવાઝોડું ગઈકાલે રાત્રે કલિંગપટ્ટનમ નજીકના દરિયાકાંઠાને ઓળંગી ગયું હતું અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાને નોંધપાત્ર રીતે અસર કરી હતી.આ વાવાઝોડાના પરિણામે,આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન વરસાદ વરસવાની સંભાવના છે. શ્રીકાકુલમ્, વિઝિયાનગરમ્, મન્યમ્, અલ્લુરી, કાકીનાડા અને નંદ્યાલ જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.જ્યારે એલુરુ, કૃષ્ણા, NTR, ગુંટુર, બાપટલા, પલનાડુ, કુરનુલ અને નંદ્યાલ સહિતના જિલ્લાઓમાં...

ઓગસ્ટ 30, 2024 7:33 પી એમ(PM)

views 13

ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો અસના ચક્રવાત કચ્છથી આગળ ફંટાઇ જતા રાહત

કચ્છમાં અસના ચક્રવાતનું સંકટ ટળ્યું છે. અરબી સમુદ્રમાં રચાયેલ હવાનું તીવ્ર દબાણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 6 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે પશ્ચિમ તરફ આગળ વધીને કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઊંડું થવાની સંભાવના છે.અસના ચક્રવાત ભારતીય દરિયાકાંઠાને અસર કરે તેવી શક્યતા નથી કારણ કે તે આગામી બે દિવસમાં તેનાથી દૂર જવાની ધારણા છે.દરમિયાન, કચ્છના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત ચક્રવાતને પહોંચી વળવા તૈયારીઓ કરી લેવામાં...