માર્ચ 19, 2025 6:28 પી એમ(PM) માર્ચ 19, 2025 6:28 પી એમ(PM)

views 7

ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. લોકસભામાં પુરકપ્રશ્નનો જવાબ આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, આ પ્રકારની પ્રવૃત્તિન ડામવા કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે અને સાઇબર ગુનાઓ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ એકબીજાના સંકલનમાં કામ કરી રહી છે.

ફેબ્રુવારી 27, 2025 2:01 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 2:01 પી એમ(PM)

views 5

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “મહાકુંભ માટે 16 હજારથી વધુ ટ્રૅન દોડાવવામાં આવી”

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “પ્રયાગરાજમાં મહાકુંભ માટે 16 હજારથી વધુ ટ્રૅન દોડાવવામાં આવી.” પ્રયાગરાજ જંક્શન પર સંવાદદાતાઓને સંબોધતાં વૈષ્ણવે કહ્યું, “પ્રયાગરાજથી અંદાજે 4 કરોડ 50 લાખ મુસાફરોએ ટ્રૅનના માધ્યમથી પ્રવાસ કર્યો.” તેમણે જણાવ્યું, “રેલવેએ કુંભમેળા માટે અઢી વર્ષથી કામ કર્યું છે અને 5 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.” વૈષ્ણવે ઉંમેર્યું, “મહાકુંભનું સફળ આયોજન રેલવે પોલીસ GRP, રેલવે સુરક્ષા દળ- RPF અને રેલવે સહિત વિવિધ એકમના સંયુક્ત પ્રયાસના કારણે શક્ય બન્યું છે.” (બ...

જાન્યુઆરી 15, 2025 8:48 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:48 એ એમ (AM)

views 4

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા માળખા પ્રત્યે સરકારના અભિગમ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાયદા અને નિયમો વિકસાવવાનો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા માળખા પ્રત્યે સરકારના અભિગમ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાયદા અને નિયમો વિકસાવવાનો છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન- DPDP નિયમો, 2025 પર સરકારી અધિકારીઓ અને ઉદ્યોગની પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરતાં શ્રી વૈષ્ણવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ - 2023 અને ડ્રાફ્ટ નિયમો - 2025 ને એકસાથે ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ સત્રમાં 200 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ મ...

ડિસેમ્બર 3, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:40 પી એમ(PM)

views 4

વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલે જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટૉપેજ બનાવવા અને માળખાકીય સુવિધાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે

વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલે જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટૉપેજ બનાવવા અને માળખાકીય સુવિધાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે. પટેલે વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તેમજ અન્ય જરૂરી ટ્રેનને સ્ટૉપેજ આપવા, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા સહિત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા શ્રી વૈષ્ણવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

સપ્ટેમ્બર 1, 2024 8:17 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 8:17 પી એમ(PM)

views 3

ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં ટકાઉ ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે

ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં ટકાઉ ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે. નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી 99 ટકાથી વધુ સ્થાનિક રીતે ઉત્પાદન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આ વર્ષે એપ્પલ ભારતમાં તેના લેટેસ્ટ મોડલનું ઉત્પાદન કરશે. મંત્રીએ માહિતી આપી હતી કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું મૂલ્ય 2022-23 સુધીમાં વધીને 105 બિલિય...

સપ્ટેમ્બર 1, 2024 3:02 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 3:02 પી એમ(PM)

views 5

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર નવી યોજના શરૂ કરશે.

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર નવી યોજના શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી 99 ટકાથી વધુ દેશમાં બને છે. તેણે કહ્યું કે આ વર્ષે એપલ કંપની ભારતમાં પોતાનો નવો ફોન બનાવશે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉંમેર્યું કે દેશમાં ઈલેક્ટ્રોનિક ઘટકોનું ઉત્પાદન વર્ષ 2013-14માં 29 અબજ ડોલરનું હતું, જે 2022-23માં વધીને 105 અબજ ડોલર થયું છે....

જુલાઇ 26, 2024 2:04 પી એમ(PM) જુલાઇ 26, 2024 2:04 પી એમ(PM)

views 7

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત, સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર બન્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે 70 ટકા સંરક્ષણ સાધનો દેશમાં જ ઉત્પાદિત થઈ રહ્યા છે. જ્યારે કે ભારત 80 જેટલા દેશોને રૂપિયા 25 હજાર કરોડ ખર્ચના સંરક્ષણ ઉત્પાદનો નિકાસ કરી રહ્યું છે.

જુલાઇ 24, 2024 8:11 પી એમ(PM) જુલાઇ 24, 2024 8:11 પી એમ(PM)

views 5

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિનીવૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીનાફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આવાસમાચાર દેશની લોકશાહીને નબળી બનાવી શકે છે અને સમાજમાં તિરાડ ઊભી કરે છેઆજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યુંહતું કે વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સમાચારને ડામવા માટે સરકાર પાસે વૈધાનિક અનેસંસ્થાકીય પદ્ધતિઓ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનેલગતા બનાવટી સમાચારોનો સામનો કરવા માટે નવેમ્બર  2019માં માહિતી અને પ્રસારણ મંત્ર...

જુલાઇ 2, 2024 8:04 પી એમ(PM) જુલાઇ 2, 2024 8:04 પી એમ(PM)

views 34

નવી દિલ્હીમાં આવતીકાલથી બે દિવસીય ગ્લૉબલ ઇન્ડિયા AI સમિટનોપ્રાંરભ

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, આવતીકાલે નવી દિલ્હીમાં ગ્લૉબલઇન્ડિયા AI સમિટનું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય સંમેલનનો હેતુAI ટેક્નૉલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતનાસમર્પણને દર્શાવતા, સહકાર તેમજ મહિતીના આદાન-પ્રદાનનેપ્રોત્સાહન આપવાનો છે. ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા વૈશ્વિક સહયોગના અધ્યક્ષ તરીકે કામ કરશે.જે અંતર્ગત સુરક્ષિત, સંરક્ષિતઅને વિશ્વાસપાત્ર AI માટે GPAI ની પ્રતિબદ્ધતાનેઆગળ ધપાવવા માટે સભ્ય દેશો તેમજ નિષ્ણાતો માટે યજમાની પણ કરશે.આ સંમેલન કમ્પ્યૂટર ક્ષમતા...