ઓગસ્ટ 12, 2024 3:44 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:44 પી એમ(PM)

views 5

આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં સીબીઆઇએ કરેલી ધરપકડને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કૌભાંડમાં CBI દ્વારા તેમની ધરપકડને યોગ્ય ઠેરવવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. વરિષ્ઠ વકીલ અભિષેકમનુ સિંઘવીએ આજે તાકીદની સુનાવણી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ઈ-મેલ વિનંતીની તપાસ કર્યા બાદ સુનાવણી માટે તારીખ જાહેર કરવામાં આવશે. સુપ્રીમકોર્ટે અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલા એક અલગ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા. ...

જુલાઇ 25, 2024 2:24 પી એમ(PM) જુલાઇ 25, 2024 2:24 પી એમ(PM)

views 6

દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આજે  કથિત દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8મી ઓગસ્ટ સુધી લંબાવી છે

દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આજે  કથિત દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8મી ઓગસ્ટ સુધી લંબાવી છે. CBI દ્વારા શ્રી કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અદાલતમાં રજૂ કરાયા હતા. ઉલ્લેખનીય છેકે સર્વોચ્ચ અદાલતે ED દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં 12મી જુલાઈએ કેજરીવાલ વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.જો કે, કથિત કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ દ્વારા તેમની અલગથી ધરપકડ કરાતા તેઓ તિહાડ જેલમાં જ હતા.