સપ્ટેમ્બર 25, 2024 2:05 પી એમ(PM) સપ્ટેમ્બર 25, 2024 2:05 પી એમ(PM)
7
કેન્દ્રીય મંત્રીઓ અને NDAના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર ગણાવી
કેન્દ્રીય મંત્રીઓ અને NDAના વિવિધ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર અને નવો ચીલો ચાતરતી ગણાવી છે.ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ મુલાકાત મોદીના મુત્સદ્દીગીરીના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે, જેણે છેલ્લા 10 વર્ષમાં ભારતનાં સાતત્યપૂર્ણ વિકાસમાં નવા દ્રષ્ટાંત પ્રસ્થાપિત કર્યા છે અને ભારતને વૈશ્વિક સ્તરે પરિવર્તનકારી ભૂમિકા અપાવી છે.શાહે એમ પણ કહ્યું હતું કે સફળ QUAD સમિટ,મોદી અને યુએસ મેગા કોમ્યુનિટી ઇવેન્ટ અને યુએન સમિટ ઓફ ધ ફ્યુચર વિશ્વભરમાં તેમની અજોડ લોકપ્...