ઓગસ્ટ 4, 2024 8:56 એ એમ (AM)

views 18

અમિત શાહની દેશવાસીઓને 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો લહેરાવા અપીલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે. આ અભિયાને દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે.

જુલાઇ 27, 2024 2:43 પી એમ(PM)

views 31

ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. એ પી જે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી છે

ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો.એ પી જે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શાહે કહ્યું કે ડો. કલામનું જીવનમાં મહેનત, સરળતા અને સંવેદનશીલતાનો સુગમ સમન્વય હતો. તેઓ દેશના યુવાનો માટે પ્રેરણારૂપ હતા. અમિત શાહે ઉમેર્યું કે અબ્દુલ કલામે તેમના કાર્યથી દેશના લોકોને આગળ ધપાવવા પ્રયત્ન કર્યા અને તેઓ ‘પીપલ્સ પ્રેસિડેંટ’ તરીકે જાણીતા થયા હતા. તેમના વિચારો ભવિષ્યની પેઢીઓ માટે પથદર્શક હશે.

જુલાઇ 25, 2024 7:41 પી એમ(PM)

views 18

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાનસ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1 હજાર 470 ટકાનો વધારો નોંધાયો

રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા ગુજરાતની સહકારીમંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાન સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બેવર્ષમાં 1 હજાર 470 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલાએક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સહકારી મંડળીઓ અને સંઘોને NCDC દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં 37કરોડ 40 લાખ રૂપિયા હતો જે 2023-24માં વધીને 586 કરોડ 99 લાખ રૂપિયા પહોંચી ગયોછે. ગુજરાતમાં 82 હજાર 143 સહકારી મંડળીઓ...

જુલાઇ 18, 2024 2:25 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની સાતમી બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની સાતમી બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે. શ્રી શાહ નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન ‘માનસ’ની શરૂઆત કરશે અને શ્રીનગરમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું પણ ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેઓ એનસીબીનાં 2023નાં વાર્ષિક અહેવાલ પણ પ્રસિધ્ધ કરશે. આ બેઠકનો હેતુ દેશમાં નશીલા દ્રવ્યોની હેરાફેરીને ડામવામાં વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારી સંસ્થાઓ વચ્ચે સંકલન અને અસરકારકતા સાધવાનો છે.

જુલાઇ 16, 2024 4:20 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં નાર્કો-કો-ઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ-સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં નાર્કો-કો-ઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ-સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી શાહ નેશનલ નાર્કોટીક્સ હેલ્પલાઈન માદક પદાર્થ નિષેધ સુચના કેન્દ્ર ‘માનસ’નું લોકાર્પણ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ એનસીબીનો ‘વાર્ષિક અહેવાલ 2023’ અને ‘નશા મુક્ત ભારત’ પર અહેવાલ પણ રજૂ કરશે. આ બેઠક ભારતમાં માદકપદાર્થની હેરાફેરી અને દુરુપયોગનો સામનો કરવા માટે સંકળાયેલી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓના પ્રયાસ...

જુલાઇ 15, 2024 3:11 પી એમ(PM)

views 15

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આસામ,ગુજરાત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને રાજ્યોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે આસામ,ગુજરાત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને રાજ્યોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. શ્રી શાહે આ રાજ્યોમાં વધેલા પાણીના સ્તર વિશે માહિતી મેળવી.ગૃહ મંત્રીએ તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી..