ઓક્ટોબર 10, 2024 2:16 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતી સ્ટાર્ટઅપ ઈકોનોમી બની છે

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતી સ્ટાર્ટઅપ ઈકોનોમી બની છે. તેઓએ કહ્યું કે, 14 વર્ષ પહેલા પત્રકાર લખતા કે, દેશમાં પોલિસી પેરાલીસીસ છે. પ્રધાનમંત્રીએ આ પોલિસી પેરાલીસીસ ને નાબૂદ કરવાનું કામ કર્યું છે. ગૃહમંત્રી નવી દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવનમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના 119 માં અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કરી રહ્યા હતા. આ વાર્ષિક સત્રનો મુખ્ય વિષય છે : વિકસિત ભારત : 2047 :પ્રગતિ...

સપ્ટેમ્બર 22, 2024 9:36 એ એમ (AM)

views 63

અમિત શાહ આજે રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજૌરી વિધાનસભા ક્ષેત્રના નૌશેરામાં જનસભાને સંબોધિત કરશે. અહિયાં તેઓ રાજૌરી વિધાનસભા ઉપરાંત કાલાકોટ-સુંદરબની વિધાનસભા ક્ષેત્રની બેઠકના મતદારોને પણ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 26 વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સપ્ટેમ્બર 19, 2024 8:25 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સહકાર સે સમૃધ્ધિ થીમ હેઠળ તેમનાં મંત્રાલયની પહેલ શરૂ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સહકાર સે સમૃધ્ધિ થીમ હેઠળ તેમનાં મંત્રાલયની પહેલ શરૂ કરી હતી. તેમણે નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતનાં 100 દિવસમાં સહકાર મંત્રાલયની પહેલ અંગે માહિતી આપી હતી. શ્રી શાહે પંચાયતોમાં બે લાખ નવી બહુ-હેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓની રચના અને તેનાં મજબૂતીકરણ તથા શ્વેત ક્રાંતિનાં બીજા તબક્કા અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગેની માર્ગદર્શિકા જારી કરી હતી. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે, સહકાર મંત્રાલયની રચના કરવાની જૂની માંગને એનડીએ સરકારે પૂર્ણ ક...

સપ્ટેમ્બર 16, 2024 2:49 પી એમ(PM)

views 30

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મૂ કાશ્મીરના પ્રવાસે..

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મૂ કાશ્મીરના પ્રવાસે છે. શ્રી શાહ રામબન, કિશ્તવાડ, પદ્દારમાં પક્ષના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા 20મી સપ્ટેમ્બરે અહીં ચૂંટણી પ્રચાર કરશે. જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે સમાપ્ત થશે. 18 સપ્ટેમ્બરે મતદાન થશે. સાથે જ ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે.

સપ્ટેમ્બર 13, 2024 7:52 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનારા ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. આવતીકાલે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલાં આ સંમેલનમાં શ્રી શાહ રાજભાષા ગૌરવ અને રાજભાષા ક્રિર્તી પુરસ્કારો એનાયત કરશે. તેમજ રાજભાષા ભારતીય સામાયિકના હીકર જયંતિ અંકનું વિમોચન કરશે.ઉલ્લેખનીય છે કે, હિન્દીને સત્તાવાર રાજભાષા તરીકે દરજ્જો મળ્યાને 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સપ્ટેમ્બર 10, 2024 8:54 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર- I4C નાં પ્રથમ સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર- I4C નાં પ્રથમ સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કરશે. આ પ્રસંગે શ્રી શાહ સાઇબર ક્રાઇમ અંગેની મહત્વની પહેલો શરૂ કરાવશે અને સાઇબર ફ્રોડ મિટિગેશન સેન્ટર- CFMC રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી શાહ સાઇબર ક્રાઇમ ડેટાનાં રિપોઝીટરી, શેરિંગ, મેપિંગ અને એનાલિટિક્સ માટેનું વેબ આધારિત મોડ્યુલ સમન્વય પણ લોંચ કરશે. આ પ્રસંગે તેઓ સાઇબર કમાન્ડો પ્રોગ્રામનું ઉદઘાટન પણ કરશે.આ ઉપરાંત તેઓ ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટને મજબૂત કરવા...

સપ્ટેમ્બર 6, 2024 2:43 પી એમ(PM)

views 69

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો પ્રચાર કરશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે બપોરે જમ્મુ પહોંચી રહ્યા છે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે તેઓ બપોરે બાદ ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરશે. ભારતીય જનતા પાર્ટીએ તેના એક્સહેન્ડલ પર શાહના જમ્મુ કાર્યક્રમની વિગતો શેર કરી છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રભારી કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, રામ માધવ અને રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ પણ હાજર રહે તેવી શક્યતા છે. ભાજપે રાજ્યની જનતા સાથે વાત કર્યા બાદ આ ઠરાવ પત્ર તૈયાર કર્ય...

ઓગસ્ટ 18, 2024 7:52 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગર પાલિકાના 1003 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગર પાલિકાના 1003 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહ આજે સવારે શહેરનાં થલતેજ ખાતે ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરશે.ત્યારબાદ વેજલપુર મકરબા ખાતેથી મિશન થ્રી મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ, મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ અને વ્યાયામશાળાનું લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રહલાદનગરમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને બોડકદેવ ખાતે CAA નાગરિક...

ઓગસ્ટ 15, 2024 7:38 પી એમ(PM)

views 8

ન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૭૮માં સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનને વિકસિત અને અખંડ ભારતના નિર્માણ માટેના સરકારના સંકલ્પનું પ્રતિબિંબ ગણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૭૮માં સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનને વિકસિત અને અખંડ ભારતના નિર્માણ માટેના સરકારના સંકલ્પનું પ્રતિબિંબ ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું છે કે પ્રધાનમંત્રીનું સંબોધન છેલ્લાં 10 વર્ષની સફળતાઓથી પ્રેરિત થઈને દેશને આગળ લઈ જવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે તમામ દેશવાસીઓને મજબૂત ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી.

ઓગસ્ટ 13, 2024 2:28 પી એમ(PM)

views 16

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના વિરાટનગરમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે.હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં એકતાઅને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા છે.