જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)
4
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શા...