નવેમ્બર 1, 2024 8:29 એ એમ (AM)

views 23

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ 27 દિવસની બાળકી ઉપર અત્યંત જટિલ સર્જરી કરી છે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ 27 દિવસની બાળકી ઉપર અત્યંત જટિલ સર્જરી કરી છે. રાજસ્થાન મૂળના પરિવારની આ બાળકીને જન્મથી જ દુર્લભ બિમારી હતી, જેને તબીબી ભાષામાં બાયલેટરલ કોએનાલ એટ્રેસીયા કહે છે. આ બીમારીમાં નાકના છીદ્રો અંદરના ભાગેથી બંધ હોવાથી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અસારવા સિવિલ હૉસ્પિટલના પીડિયાટ્રિક સર્જન ડૉ. રાકેશ જોશી સર્જરી વિશે જણાવ્યું.