જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 15

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના 23 જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના 7 બ્રિજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું ...

ડિસેમ્બર 31, 2024 8:22 એ એમ (AM)

views 9

31 ડિસેમ્બરને અમદાવાદ શહેરના આ માર્ગો પર અવર જવર બંધ રહેશે : પોલીસ કમિશનર

31 ડિસેમ્બર અને નવા વર્ષનાં આગમનની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા ટ્રાફિક નિયમન જાળવવા અમદાવાદ ટ્રાફિક પોલિસે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ અંતર્ગત આજે સાંજે છ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી વાહનચાલકો સીજી રોડ પર અવરજવર કરી શકશે નહીં. આ જ રીતે, રાત્રિના આઠ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી સિંધુ ભવન રોડ પર જાજરમાન ચાર રસ્તાથી  તાજ સ્કાયલાઇન ચાર રસ્તા સુધીનો બંને બાજુનો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, એસ જી હાઇવે પર સવારે આઠથી રાત્રિના ત્રણ સુધી ભારે વાહન પસાર થઈ શકશે નહીં. શહ...

નવેમ્બર 23, 2024 3:05 પી એમ(PM)

views 11

અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સંચાલિત 47 આધારકાર્ડ નોંધણી કેન્દ્રો આજે 12 વાગ્યા બાદ બંધ કરાયા છે

અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સંચાલિત 47 આધારકાર્ડ નોંધણી કેન્દ્રો આજે 12 વાગ્યા બાદ બંધ કરાયા છે.અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, ભારત સરકાર દ્વારા આધાર કાર્ડના કર્મચારીઓને તાલીમ આપવાની હોવાથી આ નિર્ણય લેવાયો છે.25મી નવેમ્બર સોમવારથી કામગીરી રાબેતા મુજબ શરૂ થશે, એમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.