ફેબ્રુવારી 6, 2025 3:13 પી એમ(PM)

views 10

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું હતું. “જળવાયુ પરિવર્તન અને માળખાકીય સુવિધાઓ” વિષયવસ્તુ પર તૈયાર કરાયેલા વર્ષ 2025- 26નાં 14 હજાર કરોડ રૂપિયાનાં બજેટમાં ચાલુ વર્ષે કોઈ કર વધારો કરવામાં આવ્યો નથી. વોટર ટેક્સ તથા કન્વર્જન્સ ટેક્સના દર પણ યથાવત રાખવામાં આવ્યા છે.

જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 15

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના 23 જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના 7 બ્રિજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું ...

જાન્યુઆરી 8, 2025 8:31 એ એમ (AM)

views 14

અમદાવાદ મનપા આયોજિત ફ્લાવર શૉના ફ્લાવર બુકેને ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

અમદાવાદ મહાપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં 34 ફૂટ ઊંચા અને 18,000 થી વધારે પ્લાન્ટ ધરાવતા ફ્લાવર બુકે બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાતા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી હતી. ત્યાર બાદ ચાલુ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે એ (સાઇઝના માપ દંડોને આધારે) માટે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ ર...

ડિસેમ્બર 6, 2024 10:57 એ એમ (AM)

views 13

રિવરફ્રન્ટ ખાતે રૂ. 750 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ ઉપરાંત એમ્ફી થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતેનાં ઇવેન્ટ સેન્ટર પાસેનાં પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્...

નવેમ્બર 15, 2024 3:28 પી એમ(PM)

views 19

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકનારા અને પાનની પિચકારી મારતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકનારા અને પાનની પિચકારી મારતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. શહેરનાં 120થી વધુ જંક્શન પર 2 હજારથી વધુ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. જો, કોઈ વ્યક્તિ ટ્રાફિક જંક્શન પર થૂંકતા પકડાશે તો તેનો ફોટો પાડી ઘરે મેમો મોકલવામાં આવશે અને 100 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના જંક્શન પર લાગેલા સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. હવે સીસીટીવી મ...