માર્ચ 16, 2025 7:14 પી એમ(PM)

views 15

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે માટે ટુંક સમયમાં “અમદાવાદ કેમ” એપ્લિકેશન લોન્ચ કરાશે.જેમાં જાગૃત નાગરિકો આ એપની મદદથી, જો કોઇ વ્યક્તિ રોડ પર કચરો ફેંકે કે પાન- મસાલાની પીચકારી મારશે તો તેનો ફોટો પાડીને અપલોડ કરશે, જે તે વ્યક્તિના વાહન નંબરની મદદથી મહાનગરપાલિકા તેમના ઘરે નોટિસ મોકલીને દંડ વસુલશે. તેમજ ફોટો અપલોડ કરનારને ગિફ્ટ વાઉચર ભેટમાં આપશે. આ અંગે મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ વધુ માહિતી આપી. ઉલ્લેખનીય છે કે, આ એપ્લીકેશન...

જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 15

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના 23 જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના 7 બ્રિજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું ...

જાન્યુઆરી 8, 2025 8:31 એ એમ (AM)

views 14

અમદાવાદ મનપા આયોજિત ફ્લાવર શૉના ફ્લાવર બુકેને ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

અમદાવાદ મહાપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં 34 ફૂટ ઊંચા અને 18,000 થી વધારે પ્લાન્ટ ધરાવતા ફ્લાવર બુકે બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાતા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી હતી. ત્યાર બાદ ચાલુ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે એ (સાઇઝના માપ દંડોને આધારે) માટે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ ર...

જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM)

views 15

એએમસી આયોજિત ફ્લાવર શૉનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફ્લાવર શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ફ્લાવર શૉ અંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવશે, 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં 30થી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ થાય છે. 12 વર્ષથી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિ-રવિ દરમિયાન ...

ડિસેમ્બર 14, 2024 8:15 એ એમ (AM)

views 10

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્ર- CHCમાં ટેસ્ટ રિપોર્ટ સહિત આરોગ્ય તપાસના રિપોર્ટને ડિજિટલ કરાયા છે.

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્ર- CHCમાં ટેસ્ટ રિપોર્ટ સહિત આરોગ્ય તપાસના રિપોર્ટને ડિજિટલ કરાયા છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે, CHCમાં 30થી વધુ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓને હવે ઑનલાઈન માધ્યમથી ટેસ્ટ રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે નવું સૉફ્ટવેર પણ તૈયાર થઈ રહ્યું છે, જેનાથી એક વખત દર્દી સારવાર લેવા આવે ત્યારબાદ તેની સારવાર અંગેની મેડિકલ હિસ્ટ્રી સરળતાથી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં શહેરના 12 જેટલા CHC પર જે ...

ઓગસ્ટ 5, 2024 8:13 પી એમ(PM)

views 11

 “મિશન થ્રી મિલિયન ટ્રીઝ” અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં માત્ર 45 દિવસમાં 20 લાખથી વધુ છોડનું વાવેતર

અમદાવાદ મહાનગરપાલિકાએ “મિશન થ્રી મિલિયન ટ્રીઝ” અભિયાન અંતર્ગત શહેરમાં માત્ર 45 દિવસમાં 20 લાખથી વધુ છોડનું વાવેતર કર્યું છે. મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ કહ્યું કે, આ અભિયાન અંતર્ગત 100 દિવસમાં 30 લાખ જેટલા છોડ રોપવાનો લક્ષ્યાંક છે. શ્રી ચૌધરીએ કહ્યું, મહાનગરપાલિકા દ્વારા 15 જૂનથી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ શહેરના સાત ઝોન અને 48 વૉર્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો હવે 9થી 10 લાખ જેટલો જ લક્ષ્યાંક બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. આ અભિયાન થકી શહેરનું લીલું...