ઓક્ટોબર 5, 2024 10:12 એ એમ (AM)

views 15

ભારતની વિદેશી હૂંડિયામણની અનામત 700 અબજ ડોલરને પાર

ભારતની વિદેશી હૂંડિયામણની અનામત 700 અબજ ડોલરને પાર થઈ છે. આ સિધ્ધિ હાંસલ કરનાર ભારત ચીન, જાપાન અને સ્વિત્ઝર્લેન્ડ બાદ ચોથો દેશ બન્યો છે. 27 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતની વિદેશી હૂંડિયામણ અનામત 12 અબજ 500 કરોડ ડોલર વધતાં 704 અબજ 885 કરોડ ડોલરની નવી ઊંચી સપાટીને સ્પર્શી હતી. ગઈ કાલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રસિદ્ધ કરેલા ડેટા પ્રમાણે ભારતની સોનાની અનામત બે અબજ ડોલર વધીને આશરે 66 અબજ ડોલર થઈ હતી.

ઓગસ્ટ 1, 2024 1:44 પી એમ(PM)

views 21

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિતજાતિ અને જનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે.સર્વોચ્ચ અદાલતે 6 વિરુધ્ધ 1 થી આપેલા ચૂકાદામાં વર્ષ 2004નાં ઇવી ચિન્નિયાહ ચૂકાદાને રદબાતલ ઠેરવ્યો હતો.આ ચૂકાદામાં જણાવાયું હતું કે, શિક્ષણનાં પ્રવેશ અને જાહેર નોકરીઓમાં અનામત માટે અનુસુચિત જાતિ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ મંજૂર નથી.ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડે ઐતિહાસિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો ...