ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM) ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM)

views 8

અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવથી યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાભ મળશે. આ દરમિયાન જિલ્લાકક્ષાની 20 સમિતિ, 750થી વધુ પોલીસ અને ગૃહરક્ષક દળના જવાન સહિત સ્વચ્છતા માટે 450 સફાઈ કર્મચારીઓ ખડેપગે રહેશે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે ગઈકાલે પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી.

ડિસેમ્બર 5, 2024 8:04 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:04 એ એમ (AM)

views 5

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ તૈયાર કરાયો છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ તૈયાર કરાયો છે. આ રથ રાજ્યના વિવિધ વિભાગોમાં મોકલવામાં આવે છે. ગઈકાલે આ રથના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે અધિક કલેક્ટરે અંબાજી રથમાં માતાજીની આરતી-પૂજા કરી માતાજીની ધજા લહેરાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ અંગે અધિક કલેક્ટર કૌશિક મોદીએ માહિતી આપી હતી.