ફેબ્રુવારી 24, 2025 3:29 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 3:29 પી એમ(PM)

views 5

નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરાયું

નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરાયું, જેને વિપક્ષના વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈએ 10 હજાર 693 કરોડનું અંદાજ પત્ર રજૂ કર્યુ. આ અંદાજ પત્રમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર વિશેષ ભાર આપવાની સાથે જાહેર બાંધકામ અને વિકાસના કામો સહિત સિંચાઈના કામો માટે વિશેષ ફાળવણી કરાઇ હતી.

ફેબ્રુવારી 20, 2025 7:30 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:30 પી એમ(PM)

views 10

આ અંદાજપત્રમાં નવી જાહેરાત પણ કરવામાં આવી છે.

આ અંદાજપત્રમાં નવી જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 21 ટકાનો વધારો કરાયો. ઉપરાંત આદિજાતિ સમુદાય માટે ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના માટે 37 ટકાનો વધારો કરી એક હજાર 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દિવ્યાંગ સંત સૂરદાસ યોજના હેઠળ 80 ટકાની જગ્યાએ 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને 12 હજાર રૂપિયાની સહાય મળશે. અંદાજપત્રમાં નવ નવી મહાનગરપાલિકાના વિકાસને વેગ આપવા માટે 2 હજાર 300 કરોડ રૂપિયાની જોગવાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિ...

ફેબ્રુવારી 20, 2025 4:03 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 4:03 પી એમ(PM)

views 8

રાજ્યનું 2025-26નું અંદાજપત્ર નાણા મંત્રી કનુ દેસાઇએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું

રાજ્યનું 2025-26નું અંદાજપત્ર નાણા મંત્રી કનુ દેસાઇએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું... ગત વર્ષની સરખમણીએ 17 ટકાના વધારા સાથે ત્રણ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું..વિકસિત ગુજરાત-૨૦૪૭ થકી વિકસિત ભારત-૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત આ અંદાજપત્ર રજૂ કરાયું હતું... નાણાંત્રીએ પોતાના અંદાજપત્રના સંબોધનમાં જણાવ્યુ હતું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિઅન છે. ગુજરાત દે...

ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM) ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM)

views 12

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું  હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભારતના વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં 6.4 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ 2026માં આ વૃદ્ધિ 6.3 થી 6.8 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલ...

ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM)

views 5

આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે અંદાજપત્ર પૂર્વેનો પરામર્શ કરશે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક દરમિયાન ભારતીય કંપનીઓ ઉચ્ચ વૃદ્ધિને ટેકો આપવા માટે જીડીપીના સૌથી મોટા ઘટક એવા વપરાશને વધારવા માટે સરકાર દ્વારા પગલાં લેવાની માંગણી કરવામાં આવે તેવી સંભાવના છે.