માર્ચ 19, 2025 6:24 પી એમ(PM) માર્ચ 19, 2025 6:24 પી એમ(PM)
8
ભારતે 2035 માં ભારત અંતરિક્ષ સ્ટેશન નામનું પોતાનું અવકાશ મથક બનાવવાની યોજના બનાવી
ભારતે 2035 માં ભારત અંતરિક્ષ સ્ટેશન નામનું પોતાનું અવકાશ મથક બનાવવાની યોજના બનાવી છે અને જો બધી યોજના સારી રીતે પાર પડશે તો 2040 સુધીમાં એક ભારતીય અવકાશયાત્રી ચંદ્ર પર પહોંચશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્રસિંહે આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન-4 બેલોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવશે અને તેમાં પાંચ ઘટકો હશે. તેમણે ઉમેર્યું કે,મહિલા રોબોટ સાથેની ગગનયાનની ટેસ્ટ ફલાઇટ આ વર્ષનાં અંતમાં લોંચ કરવામાં આવશે.