ઓગસ્ટ 3, 2024 10:18 એ એમ (AM)
20
આજે ભારતીય અંગદાન દિવસ : દિલ્હી ખાતે ગુજરાતને પાંચ શ્રેણીમાં એવોર્ડ મળશે
આજે 3 ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૩માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ ટકા અને અંગોના દાનમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગનું દાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 થી 2021 દરમિયાન રાજ્યમાં 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે 2022 થી જુલાઇ 2024 એટલે કે અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થય...