નવેમ્બર 16, 2024 7:26 પી એમ(PM)
34
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં 173મું અંગદાન કરવામાં આવ્યું
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં 173મું અંગદાન કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના એક યુવાનને માર્ગ અકસ્માત થતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, દરમિયાન દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. ફરજ પર હાજર તબીબીઓ દર્દીના પરિવારજનોને અંગદાન વિશે સમજાવતા 15 નવેમ્બરના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું હતું. પ્રાપ્ત થયેલા અંગોમાં બે કિડની તેમજ લિવરનું સિવિલ પરિસર ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરાશે. ઉલ્લેખનીય છે કે સિવિલ હૉસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 173 અંગદાતાઓ થકી કુલ 561 અંગોનું દાન મળ્ય...