નવેમ્બર 14, 2024 1:53 પી એમ(PM) નવેમ્બર 14, 2024 1:53 પી એમ(PM)

views 5

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં આજે સવારે હવા ગુણવત્તા સૂચકાંક – AQI 430 નોંધાયાના અહેવાલ છે

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં આજે સવારે હવા ગુણવત્તા સૂચકાંક – AQI 430 નોંધાયાના અહેવાલ છે. આ અતિ ગંભીર શ્રેણીમાં આવે છે. આ પેહલા ગઈકાલે AQI 349 નોંધાયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના મતે, દિલ્હી NCRના શહેર ફરીદાબાદમાં 284, ગુરુગ્રામમાં 309, ગાઝિયાબાદમાં 375, ગ્રેટર નોયડામાં 320અને નોયડામાં 367 AQI નોંધાયો છે. આ તરફ ઓછી દ્રશ્યતાના જોખમને પહોંચી વળવા માટે દિલ્હી હવાઈમથકે માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમજ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હાલમાં તમામ ફ્લાઈટનું સંચાલન સામાન્ય છે. નવી માહિતી ...