ઓક્ટોબર 4, 2024 9:03 એ એમ (AM) ઓક્ટોબર 4, 2024 9:03 એ એમ (AM)

views 6

હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાંક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાંક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની શક્યતા છે, ત્યારબાદ આગામી બે દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે. કેરળ, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, રાયલસીમા અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM)

views 16

હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગીજવીજ સાથે વળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથના કેટલાક ભાગોમં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. એ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમા હવામાન સૂકું રહેશે. બીજી તરફ ગત મોડી સાંજે તાપી અને અમરેલી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ધોધ...

ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM)

views 15

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, તટિય કર્ણાટક અને કરાઈકલમાં 5મી ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમિયાન બિહારમાં, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે 16 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પવર્તિ રહી છે. પૂરના કારણે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સીતામઢી અને દરભંગાએ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા છે.

સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM)

views 13

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી : વડોદરામાં શાળાઓ બંધ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, તેમજ છોટાઉદેપરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના અંતરિયાળ ભાગો...

સપ્ટેમ્બર 26, 2024 8:12 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 8:12 પી એમ(PM)

views 3

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે દેવલિયા- નસવાડી હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક વૃક્ષને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત્ત કરાયો. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં ૫૯ મિલીમીટર વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં આજે એક થી બે ઇંચ...

સપ્ટેમ્બર 26, 2024 3:40 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 3:40 પી એમ(PM)

views 6

ગુજરાતમાં આગામી ચા દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાતમાં આગામી ચા દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. આજના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું અનુમાન કરીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, નવસારી, તાપી તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ડાંગ, નવસારી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે....

સપ્ટેમ્બર 26, 2024 2:36 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 2:36 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના કેટલાંક સ્થળોએ આજે હળવો વરસાદ નોંધાયો છે.

સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ...

સપ્ટેમ્બર 26, 2024 10:13 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 10:13 એ એમ (AM)

views 2

હવામાન વિભાગે અતિભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું

મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં ગઈ કાલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન-BMC એ આજે મુંબઇમાં તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. બીએમસીએ નાગરિકોને અનિવાર્ય હોય તો જ...

સપ્ટેમ્બર 25, 2024 3:08 પી એમ(PM) સપ્ટેમ્બર 25, 2024 3:08 પી એમ(PM)

views 6

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા,તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લાના 95 તાલુકામાં હળતોથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે.સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 127 ટકા વરસાદ વરસ્યો છે. આમાંથી સૌથી વધુ 183 ટકા વરસાદ કચ્છમાં,132 ટકા દક્ષિણ ગુજરાત...