નવેમ્બર 12, 2024 9:54 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:54 એ એમ (AM)

views 11

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાત્રિ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થવાની આગાહી કરવામાં આવી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાત્રિ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થવાની આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં રાજકોટમાં સૌથી મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને સૌથી ઓછું 18 ડિગ્રી સેલ્સિયસતાપમાન અમરેલી તેમજ ગાંધીનગરમાં નોંધાયું. આગામી એક સપ્તાહ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસ સુધીના ઘટાડાની શક્યતાઓ છે. હવામાન વિભાગની નવેમ્બર મહિનાની આગાહી અનુસાર આ વર્ષે રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે તેમ હવામાન વિભાગના નિદેશક એ કે દાસે જણાવ્યું ...

નવેમ્બર 8, 2024 2:38 પી એમ(PM) નવેમ્બર 8, 2024 2:38 પી એમ(PM)

views 9

હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ તેમજ માહેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ તેમજ માહેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ આંધ્ર પ્રદેશ, તમિલનાડુના દરિયાકાંઠા તેમજ તેની નજીકના દરિયાઇ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે, જેને કારણે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આગામી સપ્તાહ દરમિયાન દેશના મોટાભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નથી. તો દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ સુધી રાત્રે અને સવારના સમયે ધુમ્મસનો અનુભવ થ...

નવેમ્બર 5, 2024 10:02 એ એમ (AM) નવેમ્બર 5, 2024 10:02 એ એમ (AM)

views 6

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. 11 નવેમ્બર સુધી રાજ્યમાં હવામાન સુકું રહેશે. છેલ્લાં 24 કલાકમાં સૌથી ઓછું 19 ડિગ્રી તાપમાન ગાંધીનગર જિલ્લામાં નોંધાયું હતું. નલિયા, કેશોદ અને વડોદરામાં 20 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 22 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન રાજકોટ, ડિસા, સુરતમાં નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર, ભુજ અને અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રી રહ્યું હતું.

ઓક્ટોબર 24, 2024 7:50 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 7:50 પી એમ(PM)

views 6

રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસ જણાવે છે કે, રાજ્યમાં હાલમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી ચાર દિવસ પણ આ જ સ્થિતિ યથાવત્ રહેતા કોઈ મોટો ફેરફાર નોંધાશે નહીં.દાસે ઉમેર્યું કે, હાલમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 13થી 14 ડિગ્રી સેલ્સિયસનો તફાવત રહેતા દિવસ દરમિયાન અત્યંત ગરમી અને સાંજ બાદ થોડાક અંશે ઠંડકનો અહેસાસ થાય છે. આગામી નવેમ્બર મહિનાથી લઘુત્તમ તાપમાનમાં ઘ...

ઓક્ટોબર 23, 2024 7:23 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:23 પી એમ(PM)

views 5

રાજ્યમાં આગામી 7 દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી 7 દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં નવરાત્રિમાં પણ છુટો છવાયો વરસાદ ચાલુ હતો અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો., પરંતુ હવે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાઓ છે. રાજ્યભરના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યને અસર કરે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ બંગાળ...

ઓક્ટોબર 23, 2024 2:20 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:20 પી એમ(PM)

views 6

ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને તે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. હાલ તે ઓડિશાના દરિયાકાંઠે 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને ભદ્રક જિલ્લાના ધમરા બંદર નજીક આવતીકાલે મોડી રાત્રે અથવા શુક્રવારે વહેલી સવારે જમીન પર પ્રવેશવાની સંભાવના છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આજે સવારે ભુવનેશ્વર ખાતે કેબિનેટની બેઠક યોજી હતી, જ...

ઓક્ટોબર 18, 2024 10:54 એ એમ (AM) ઓક્ટોબર 18, 2024 10:54 એ એમ (AM)

views 6

રાજ્યમાં નૈઋત્ય ચોમાસાની વિદાય છતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં નૈઋત્ય ચોમાસાની વિદાય છતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, પોરબંદર, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આગામી 20 તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓક્ટોબર 16, 2024 3:46 પી એમ(PM) ઓક્ટોબર 16, 2024 3:46 પી એમ(PM)

views 4

હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે

હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે.આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ શકે છે.દરમિયાન ઉત્તર ગુજરાત પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરાનગર હવેલીના અંતરિયાળ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ, તેમજ કચ્છ અને દીવમાં ક્યાંક ક્યાંક વરાસાદી ઝાપટાં પ઼ડી શકે છે.રાજ્યના અન્ય ભાગોમાં તાપમાન સ...

ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM) ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM)

views 18

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ  માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં બે દિવસ દરમ્યાન મધ્યમ વરસાદ પડવાની આગાહી  છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાનમાં ગાંધીનગર તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસા...

ઓક્ટોબર 9, 2024 9:39 એ એમ (AM) ઓક્ટોબર 9, 2024 9:39 એ એમ (AM)

views 6

હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈ કેનાલ, રાયલસીમા અને તટિય કર્ણાટકમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે.તો આ મહિનાની 11 તારીખ સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ તેમજ ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે છે.