ડિસેમ્બર 24, 2024 8:03 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 8:03 પી એમ(PM)

views 2

હવામાન વિભાગે આગામી બે દિવસ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લડાખ, પંજાબ, હરિયાણામાં ઠંડીનું મોજું રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આવતી કાલ સુધી હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લડાખ, પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં ઠંડીનું મોજું રહેવાની આગાહી કરી છે.હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર તથા પૂર્વોત્તરનાં રાજ્યોમાં આગામી બે દિવસ સુધી રાત્રે અને સવારનાં કલાકોમાં ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે.દરમિયાન, અમારા ચંદીગઢના પ્રતિનિધિ જણાવે છે કે, હિમાચલ પ્રદેશમાં સિમલા તથા ઊંચાઈવાળા અન્ય વિસ્તારોમાં નાતાલ અને નવા વર્ષ પૂર્વે બરફવર્ષા થતાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો...

ડિસેમ્બર 24, 2024 7:31 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 7:31 પી એમ(PM)

views 9

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસ બાદ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્ય ઉપર પવનની દિશા બદલાયા બાદ ફરી એક વાર તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગે માહિતી આપી હતી.(બાઈટઃ રામાશ્રય યાદવ, વૈજ્ઞાનિક, હવામાન વિભાગ) આ તરફ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે, જેને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તૈયાર થયેલી જણસને તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવા ખેડૂતોને સૂચન કરાયું છે.

ડિસેમ્બર 19, 2024 8:21 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:21 એ એમ (AM)

views 4

હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરી છે તેમાં પણ રાજકોટ અને પોરબંદર એમ બે જિલ્લામાં આજે અને આવતીકાલે કોલ્ડ વેવ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત અને ક્ચછમાં લઘુત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો પણ થવાની સંભાવના છે એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત ઠડીમાં આંશિક ઘટાડો જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમા...

ડિસેમ્બર 12, 2024 9:06 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 9:06 એ એમ (AM)

views 3

હવામાન વિભાગે આજે પાંચ દિવસ સુધી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા વ્યકત કરી છે.

હવામાન વિભાગે આજે પાંચ દિવસ સુધી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા વ્યકત કરી છે. જ્યારે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુ વિસ્તારોમાં આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે. પશ્ચિમ બંગાળનો ઉપ હિમાલયનો પ્રદેશ, બિહાર સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી બે દિવસ સુધ...

નવેમ્બર 28, 2024 7:24 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:24 પી એમ(PM)

views 8

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં શુષ્ક હવામાન રહેશે

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં શુષ્ક હવામાન રહેશે. આગામી બે દિવસ તાપમાનમાં અંશિક વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે ત્યારબાદ બે દિવસ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો નોંધાશે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી આસપાસ અને ગાંધીનગરમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 15.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન અમરેલી અને વડ...

નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM) નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM)

views 15

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સૌથી ઓછું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર ,નલિયા અને કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ વડોદરામાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંઘાયું હતું. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે.

નવેમ્બર 16, 2024 6:52 પી એમ(PM) નવેમ્બર 16, 2024 6:52 પી એમ(PM)

views 8

હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી

હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એવી જ રીતે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ધુમ્મસની સ્થિતિ રહે તેવી શક્યતા છે. પૂર્વ, મધ્ય અને વાયવ્ય ભારતના ઘણા વિસ્તારોમાં આગામી બે થી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે.

નવેમ્બર 14, 2024 2:04 પી એમ(PM) નવેમ્બર 14, 2024 2:04 પી એમ(PM)

views 4

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં આ શનિવાર સુધી વરસાદ યથાવત્ રહેવાની શક્યતા છે. આ તરફ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને રાયલસીમામાં વરસાદ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શ...

નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM) નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM)

views 9

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ રહેવાની ધારણા છે.

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વિદાય લઈ રહેલું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે. COP-29 સંમેલન દરમિયાન જાહેર કરાયેલા વિશ્વ હવામાન સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહત્વાકાંક્ષી પેરિસ સમજૂતી ગંભીર જોખમમાં છે. પેરિસ કરારનો ધ્યેય પૃથ્વીની સપાટી પર લાંબા ગાળાના સરેરાશ તાપમાનમાં વધારો બે ડિગ્રીથી નીચે રાખવાનો છે. કરારમાં આ તાપમાનને એક પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી મર્યાદિત કરવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, 201...

નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM) નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM)

views 8

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં પણ હજુ દિવસે ગરમી હોય છે. જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં મહત્તમ 38 ડિગ્રી તાપમાન રાજકોટ જિલ્લામાં અને સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડિસા અને વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિય...