જાન્યુઆરી 15, 2025 8:50 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:50 એ એમ (AM)

views 10

હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ વરસાદ કે હિમવર્ષાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળના હિમાલય પ્રદેશ, સિક્કિમ અને દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. આગામી ત્રણ દિવસમાં મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.હવામાન વિભાગે માછીમારોને આજે મન્ન...

જાન્યુઆરી 12, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:30 એ એમ (AM)

views 9

હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં થયા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા આ દરમ્યાન મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થયો છે નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 16.6 જયારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ...

જાન્યુઆરી 9, 2025 8:01 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 8:01 પી એમ(PM)

views 10

હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર સારો રહેશે કારણ કે આ દિવસે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર સારો રહેશે કારણ કે આ દિવસે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન રહેશે. આ સાથે જ ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેવાની સંભાવના છે તદુપરાંત પવનની ગતિ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે જે પતંગરસીકો માટે અનૂકુળ રહેશે. પવનની દિશા બદલાતા રાજ્યભરના નાગરિકોને આગામી 48 કલાક ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને લીધે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમા...

જાન્યુઆરી 9, 2025 2:50 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:50 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે જમ્મુ કશ્મીરમાં આવતીકાલ સુધી હવામાન સૂકુ રહેવાની આગાહી કરી છે

હવામાન વિભાગે જમ્મુ કશ્મીરમાં આવતીકાલ સુધી હવામાન સૂકુ રહેવાની આગાહી કરી છે. રાજ્યના પહાડી વિસ્તારમાં ઠંડીની સ્થિતિ યથાવત છે. કશ્મીરમાં તાપમાન શૂન્યની નજીક પહોંચ્યું છે અને લદ્દાખમાં અનેક વિસ્તારમાં તાપમાન શૂન્યથી ઉપર છે. કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષાની કોઈ સંભાવના નથી. કાશ્મીર 21 ડિસેમ્બરથી શીતલહેરનો સામનો કરી રહ્યું છે. તો હિમાચલ પ્રદેશમાં હવામાન ચોખ્ખું હોવા છતાં મેદાની વિસ્તારમાં સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાથી શીતલહેર યથાવત છે. જોકે દિવસમાં તડકો નીકળતા લોકોને ઠંડીથી રાહત મળી રહી...

જાન્યુઆરી 3, 2025 8:28 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 8:28 પી એમ(PM)

views 4

કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ સુધી હિમસ્ખલન અને ભુસ્ખલનની હવામાન વિભાગની ચેતવણી

કાશ્મીર ખીણ અને તેની આસપાસનાં વિસ્તારોમાં અતિશય શીતલહેર પ્રવર્તી રહી છે. કેટલાંક વિસ્તારોમાં લઘુતમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું હતું.દક્ષિણ કાશ્મીરમાં સૌથી ઓછું માઇનસ 8.5 ડિગ્રી તાપમાન શોપિયાં જિલ્લામાં નોંધાયું હતું. શ્રીનગર શહેરમાં માઇનસ 2.2 ડિગ્રી તાપમાન સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છે. જો કે જમ્મુમાં 7.3 અને કટરામાં 11 ડિગ્રી સેલ્સિયલ તાપમાન હતું.લડાખમાં દ્રાસમાં માઇનસ 8.6, કારગલિમાં માઇનસ 6.9 અને લેહમાં માઇનસ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે 5 અને 6 જાન્યુઆરીનાં રોજ કાશ્મીરનાં ...

ડિસેમ્બર 30, 2024 2:17 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:17 પી એમ(PM)

views 3

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાની આગાહી કરી હોવાથી દિલ્હી સહિતનાં રાજ્યોમાં નવાં વર્ષમાં ભારે ઠંડીનો અનુભવ થશે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાની આગાહી કરી હોવાથી દિલ્હી સહિતનાં રાજ્યોમાં નવાં વર્ષમાં ભારે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, જમ્મુ કાશ્મીર, લડાખ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શીતલહેર પ્રવર્તશે. હિમાચલ પ્રદેશનાં કેટલાંક ભાગોમાં અત્યંત ભારે ઠંડીનો અનુભવ થશે. આજે રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ ભારે ઠંડી પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામ બેથી ત્રણ દિવસ માટે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આસામ, મેઘાલય તથા ઇશાન ભા...

ડિસેમ્બર 27, 2024 3:22 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:22 પી એમ(PM)

views 3

રાજ્યના હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી

રાજ્યના હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં ત્રણ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગઈકાલે રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે, મોડાસા અને માલપુર સહિતના પંથકમાં વરસાદી માવઠું પડતાં ખેડૂતોની ...

ડિસેમ્બર 27, 2024 2:36 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 2:36 પી એમ(PM)

views 3

હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ અલર્ટ આપ્યું

હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રોયે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગો, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિની સંભાવના છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં દિવસભર મધ્યમ વરસાદ ચાલુ રહેશે. શહેરના કેટલાક ભાગોમાં કરા અને વાવાઝોડાની પણ શક્યતા છે.

ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM)

views 6

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ : ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારથી ધુમ્મસ અને વાદળ છાયું વાતાવરણ ...

ડિસેમ્બર 26, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:57 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પશ્ચિમ વિક્ષેપ અને પૂર્વીય પવનોન અસરને પગલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 27 અને 28 ડિસેમ્બરનાં રોજ ભારે ગાજવીજ સાથે ભારે પવન ફુંકાવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખનાં છુટાછવાયા વિસ્તારોમાં 30 ડિસેમ્બર સુધી અતિ ભારે ઠંડીનું મોજું પ્રવર્તવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી બે-ત્ર...