જૂન 13, 2025 7:44 પી એમ(PM) જૂન 13, 2025 7:44 પી એમ(PM)

views 6

મહારાષ્ટ્રમાં પુણે, સાંગલી અને કોલ્હાપુર સહિત અનેક વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ થયો

મહારાષ્ટ્રમાં પુણે, સાંગલી અને કોલ્હાપુર સહિત અનેક વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ થયો. મુંબઈમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે. હવામાન વિભાગે આજે મુંબઈ અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારમાટે યલૉ અલર્ટ જાહેર કર્યું છે.        હવામાન વિભાગે રત્નાગિરિ, સતારા, સાંગલી અને કોલ્હાપુર માટે ઑરેન્જ અલર્ટ અનેસિંધુદુર્ગમાં ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. વિભાગે આવતીકાલ માટે રત્નાગિરિમાં રેડ અલર્ટ, જ્યારે રાયગઢ, સિંધુદુર્ગ, સતારા, સાંગલી અને કોલ્હાપુર માટે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

ફેબ્રુવારી 14, 2025 6:36 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:36 પી એમ(PM)

views 4

આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી

આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે તથા કોઈ સિસ્ટમ પણ સક્રિયન હોવાને કારણે તાપમાન સતત વધી રહ્યું છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી હતું. તથા સૌથી વધુ મહત્તમ તાપમાન વેરાવળમાં 35.6 ડિગ્રી સેલ્સ નોંધાયું. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ ...

જાન્યુઆરી 31, 2025 8:11 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:11 એ એમ (AM)

views 5

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતાં પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું હતું.

જાન્યુઆરી 17, 2025 6:56 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:56 પી એમ(PM)

views 6

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પેટા-હિમાલય પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશમાં પણઆ જ સ્થિતિ રહેશે. આકાશવાણી સાથેની મુલાકાતમાં હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકડોક્ટર સોમા સેન રોયે જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષોભને કારણે આવતી કાલે ઉત્તર પશ્ચિમભારતમાં હવામાન પર અસર થવાની સંભાવના છે.દરમિયાન, જમ્મુ કાશ્મીર અને લડાખમાં અનેક સ્થળોએ શીતલહેર યથાવત રહેતાં લઘુતમ તાપમાન માઇનસમાં જતુ ર...

જાન્યુઆરી 7, 2025 10:06 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 10:06 એ એમ (AM)

views 3

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં છુટાછવાયા વિસ્તારોમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં છુટાછવાયા વિસ્તારોમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને યુપીનાં કેટલાંક વિસ્તારોમાં આવતી કાલ સુધી રાત્રિ અને વહેલી સવારે અત્યંત ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે સિક્કિમ, અરૂણાલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલયનાં વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસલન...

ડિસેમ્બર 27, 2024 6:41 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 6:41 પી એમ(PM)

views 1

હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાંક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ અલર્ટ આપ્યું

હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાંક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ અલર્ટ આપ્યું છે.  આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રોયે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગો, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની વાવાઝોડાની સંભાવના છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અનેએનસીઆરનાં કેટલાંક વિસ્તારોમાં આજે હળવો વરસાદ પડ્યો હતો. ઠંડા પવન ફૂંકાવાથીદિલ્હીમાં શીતલહેર પ્રવર્તી રહી છે.