ઓગસ્ટ 15, 2024 2:34 પી એમ(PM) ઓગસ્ટ 15, 2024 2:34 પી એમ(PM)

views 1

વિશ્વના નેતાઓએ ભારતને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી છે

વિશ્વના નેતાઓએ ભારતને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી છે. અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિન્કને બંને રાષ્ટ્ર વચ્ચેના સંબંધને વધાવતા ભારતને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. શ્રી બ્લિન્કને કહ્યું, અમેરિકા ભારતીય લોકોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસની ઉજવણી કરે છે. શ્રી બ્લિન્કને ઉમેર્યું, ભારત-અમેરિકા સહયોગ ઝડપથી આગળ વધી રહ્યો છે. ઇઝરાયેલે પણ આ પ્રસંગે ભારતને શુભકામનાઓ પાઠવી હતી. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા.

ઓગસ્ટ 15, 2024 2:12 પી એમ(PM) ઓગસ્ટ 15, 2024 2:12 પી એમ(PM)

views 1

આસામમાં ઉત્સાહ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આસામમાં ઉત્સાહ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ધ્વજવંદન બાદ સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ કહ્યું, આસામ ખૂબ જ ઝડપથી વિકાસ પામતા પાંચ રાજ્યમાંથી એક છે અને સમગ્ર દેશમાં સતત વિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં અગ્રણી રાજ્ય છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી આસામ સંપૂર્ણ રીતે વિકસિત રાજ્ય બની જશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ લોકોને વધતા જતા વૈશ્વિક તાપમાનને પહોંચી વળવા માટે ઓછામાં ઓછા દસ વૃક્ષ વાવવાની પણ અપીલ કરી હતી.