ઓક્ટોબર 11, 2024 9:41 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 9:41 એ એમ (AM)

views 5

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર ગઈકાલે મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો.

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર ગઈકાલે મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે. 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક ટોચના રાજકીય નેતાઓ અને ઉદ્યોગજગત સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં સ્મશાનગૃહમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ...

ઓક્ટોબર 11, 2024 7:59 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 7:59 એ એમ (AM)

views 5

વરિષ્ઠ ઔદ્યોગિક અગ્રણી સ્વર્ગસ્થ રતન ટાટાના અવસાન અંગે રાજ્યમાં શોક જાહેર કરાયા બાદ મહીસાગર જીલ્લામાં બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ખાતે આયોજિત વિકાસ પદયાત્રાનો કાર્યક્રમ રદ

વરિષ્ઠ ઔદ્યોગિક અગ્રણી સ્વર્ગસ્થ રતન ટાટાના અવસાન અંગે રાજ્યમાં શોક જાહેર કરાયા બાદ મહીસાગર જીલ્લામાં બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ખાતે આયોજિત વિકાસ પદયાત્રાનો કાર્યક્રમ રદ જાહેર કરવામાં આવ્યો હતો. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ અશ્વિન પંડયા જણાવે છે કે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, રાજકીય આગેવાનો અને નાગરિકોએ મૌન પાળ્યું હતું અને શ્રી ટાટાને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઓક્ટોબર 11, 2024 7:53 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 7:53 એ એમ (AM)

views 7

દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇમાં શ્રધ્ધાંજલિ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મુંબઇમાં ટાટા ગ્રૂપના વડા રતન ટાટાના અંતિમ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. શ્રી રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ અપાવ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. રાજ્ય સરકારે રતન ટાટાના નિધન અંગે ગઈકાલે એક દિવસ માટે શોક પાળવામાં આવ્યો હતો. જેમાં તમામ જાહેર અને સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં હતાં. સરકારના પ્રવક્તા...