ઓગસ્ટ 16, 2024 8:30 એ એમ (AM)

views 20

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી,

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાત વડી અદાલત પરિસરમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં વિજાપુર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્રો એનાયત કર્યા.

ઓગસ્ટ 15, 2024 7:16 પી એમ(PM)

views 11

સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું

સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં કાર્યાલય અધ્યક્ષ એન.એલ. ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી ચૌહાણે વધુમાં આ મુજબ જણાવ્યું... (બાઇટ- એન.એલ. ચૌહાણ) બીજી તરફ, દુરદર્શન કેન્દ્ર, અમદાવાદ ખાતે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.. જેમાં દુરદર્શનના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓગસ્ટ 15, 2024 7:12 પી એમ(PM)

views 13

રાજ્યભરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી.. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક નડાબેટ ખાતે IPS અને BSF ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે શ્રી પાઠકે સીમા દર્શનથી ઝીરો પોઈન્ટ સુધીની બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રાજકોટની સેન્ટ્રલ જેલમાં પણ આજે જેલની અંદર સારી કામગીરી કરવા બદલ બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા.. સાબરકાંઠાના...

ઓગસ્ટ 12, 2024 3:50 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ દરમિયાન રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં, નાણામંત્રી કનુભાઇ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં, કૃષિમંત્રી રાઘવજી પટેલ જુનાગઢમાં ધ્વજવંદન કરશે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત કચ્છમાં, પાણી-પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીમાં, પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા બોટાદમાં, શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોર સાબરકાંઠામાં, મહિલા અને બાળવિકાસ મંત્રી ભા...