સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)
9
પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...