જુલાઇ 29, 2024 8:02 પી એમ(PM) જુલાઇ 29, 2024 8:02 પી એમ(PM)

views 10

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વનો રંગારંગ પ્રારંભ

ગિરિમથક સાપુતારા ખાતે આજથી  મેઘ મલ્હાર મહોત્સવનો પ્રારંભ થયો.  સાપુતારા ખાતે એક મહિના સુધી ચાલનાર  આ મહોત્સવને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મૂક્યો હતો. મહોત્સવના પહેલા દિવસે આજે વિવિધ વેશભૂષા અને સંગીતના સૂર તાલે નૃત્ય કરતા કલાકારો અને પ્રવાસીઓની હાજરી વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી. ત્યારબાદ સરસ મેળાનું પણ મંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ, ગુજરાત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમજ ડાંગના કલેક્ટર સહિત અનેક અધિકારીઓ પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હત...

જુલાઇ 29, 2024 3:46 પી એમ(PM) જુલાઇ 29, 2024 3:46 પી એમ(PM)

views 11

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવ્યો

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ આ પર્વનો આરંભ કરાવ્યો હતો.. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર 'સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ મંત્રીએ કર્યો હતો. ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ, રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આજથી ૨૮ ઓગસ્ટ સુધી એટલે કે એક માસ સુધી 'મોન્સૂન ફેસ્ટિવલ'નું ભવ્ય ...