ઓગસ્ટ 5, 2024 2:23 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 2:23 પી એમ(PM)
22
હિમાચલ પ્રદેશમાં પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ
હિમાચલ પ્રદેશના શિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં તાજેતરના વાદળ ફાટવાની ઘટનાઓમાં ગુમ થયેલા લોકોની શોધખોળ આજે પાંચમા દિવસે પણ ચાલુ છે. આજે સર્ચ ઓપરેશન દરમિયાન શિમલાજિલ્લાના સુન્ની નજીક ડોગરીમાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. જેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. અને લગભગ 40 લોકો હજુ પણ ગુમ છે. કુલ્લુ જિલ્લામાં, કુલ્લુ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જે બિયાસ નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે રાયસન અને ક્લોથ નજીક બંધ કરવામાં આવ્યો હતો, તેને ગઈકાલે સાંજે વાહનોની અવરજવર માટે ખોલવામાં આવ્યો હતો. જિલ્લાના નાયબ ...