ડિસેમ્બર 26, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:49 પી એમ(PM)

views 5

દિલ્હીની વડીઅદાલતે સરહદ સુરક્ષા દળ(બીએસએફ)ને આદેશ કર્યો છે

દિલ્હીની વડીઅદાલતે સરહદ સુરક્ષા દળ(બીએસએફ)ને આદેશ કર્યો છે કે 30 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા કર્મચારીઓને મોડિફાઈડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેસન - MACP સ્કીમના લાભો લંબાવવાની પ્રક્રિયા શરૂ કરે. નિવૃત્ત BSF જવાનોએ, એક અરજીમાં, તેમના પેન્શનને ફિક્સ કરવા માટે MACP યોજના હેઠળ ત્રીજા નાણાકીય લાભને મંજૂર કરવા માટે વડીઅદાલતમાં પડકારી હતી. તેઓ 60 વર્ષની વયે પહોંચતા પહેલા તેમના કેડરમાં 30 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી યોજનાના લાભો વધારવાની માંગ કરી રહ્યા છે.

જૂન 25, 2024 7:40 પી એમ(PM) જૂન 25, 2024 7:40 પી એમ(PM)

views 4

સરહદ સુરક્ષા દળને નશાકારક પદાર્થોનો જથ્થો પકડવામાં સફળતા મળી

સરહદ સુરક્ષા દળને નશાકારક પદાર્થોનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. આજે એક શોધખોળ દરમિયાન બીએસએફે ભુજમાં જખૌ દરિયાકાંઠે આવેલા એક અલગ ટાપુમાંથી શંકાસ્પદ 20 પેકેટો જપ્ત કર્યા હતા.. બીએસએફની એક ટુકડી આ ટાપુમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી તે દરમિયાન નશાકારક દ્રવ્યોના 20 પેકેટ મળી આવ્યાં હતાં.. સરહદ સુરક્ષા દળ દ્વારા 14મી જૂનથી અત્યાર સુધી ડ્ર્ગ્સના 170 પેકેટો મળી આવ્યાં છે.. બીએસએફ દ્વારા ભુજમાં દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન શોધખોળ ચાલી રહી છે.