ઓગસ્ટ 12, 2024 3:58 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:58 પી એમ(PM)

views 13

રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના કુલ 2 લાખ 29 હજાર 747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના કુલ 2 લાખ 29 હજાર 747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધારે 37 હજાર 786 વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. સુરત મહાનગરપાલિકામાં કુલ ૨૨, હજાર ૮૯૨ વિદ્યાર્થીઓ, વડોદરા મહાનગરપાલિકામાં કુલ ૧૦ હજાર ૬૦૨ વિદ્યાર્થીઓ અને રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 5 હજાર ૨૦૪ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.